Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

LPG શોર્ટેજ વચ્ચે ગ્રાહકોને ઝડપથી પુરવઠો મળે તે માટે ગેસ કંપનીઓની વિચારણા

dharmendravaghela by dharmendravaghela
2026-03-23 12:06:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશો પર જોવા મળી રહી છે.

LPGની અછતના અહેવાલોની વચ્ચે આગામી દિવસોમાં ૧૪.૨ કિલોગ્રામ ગેસના ઘરેલુ ગેસ

સિલિન્ડરમાં લગભગ ૧૦ કિલોગ્રામ જેટલો ગેસ મળી શકે છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઈરાન

યુદ્ધને કારણે ખોરવાયેલી ગેસ વ્યવસ્થા અને એલપીજીની અછતની સ્થિતિ વચ્ચે આવી વિચારણા કરી

રહી હોવાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે

દબાણ જોવા મળી રહ્યું છે. આ સંકટને પહોંચી વળવા માટે ગેસ કંપનીઓ હવે ૧૪.૨ કિલોના સ્ટાન્ડર્ડ

સિલિન્ડરમાં માત્ર ૧૦ કિલો ગેસ ભરીને સપ્લાય કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા

અનુસાર, મર્યાદિત સ્ટોકને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ પગલું જરૂરી બની શકે છે. આ

નવા સિલિન્ડરો પર ખાસ સ્ટીકરો લગાવાશે અને ગ્રાહકોને ગેસના જથ્થા મુજબ કિંમતમાં રાહત

આપવામાં આવશે. જોકે, આ ફેરફાર માટે બોટલિંગ પ્લાન્ટ્સમાં ટેકનિકલ ફેરફારો અને નિયમનકારી

મંજૂરીઓ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હાલમાં ભારતની એલપીજીની ઉપલબ્ધતા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. ભારત તેની જરૂરિયાતનો

૬૦% ગેસ આયાત કરે છે, જેમાંથી ૯૦% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા

તણાવને કારણે છેલ્લા એક સપ્તાહમાં માત્ર બે જહાજો ભારત પહોંચી શક્યા છે, જે દેશની માત્ર એક

દિવસની વપરાશ જેટલી જ ક્ષમતા ધરાવે છે. હાલમાં ભારતના છ એલપીજી ટેન્કરો પર્શિયન ગલ્ફમાં

ફસાયેલા છે, જેના કારણે આગામી દિવસોમાં સપ્લાય બાબતે અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યું હતું કે હાલમાં ગ્રાહકોને નિયમિત સપ્લાય આપવાનો પ્રયાસ કરવામાં

આવી રહ્યો છે. કોમર્શિયલ સેક્ટરની સપ્લાય જે અગાઉ રોકી દેવામાં આવી હતી, તેને હવે યુદ્ધ પૂર્વેના

સ્તરના ૪૦ ટકા સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ડોમેસ્ટિક સપ્લાય પર દબાણ વધ્યું છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો હોર્મુઝની ખાડી શિપિંગ

માટે બંધ રહેશે, તો ઈરાનના ઉર્જા મથકોને નિશાન બનાવવામાં આવશે.

Tags: 10 kgindiaLPG cylinder
Previous Post

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

Next Post

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

ભાવનગરમાં પાંચ અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.