સાબરમતી રિવરફ્રન્ટનો દિન-પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. ઊંચી ઇમારતો અને કોમર્શિયલ ઓફિસો રિવરફ્રન્ટ પર બને તેના માટે લેન્ડ ડેવલોપમેન્ટ પોલિસીને સરકારે મંજૂરી આપ્યા બાદ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનદ્વારા કોમર્શિયલ અને રહેણાંક એમ બંને હેતુના પ્લોટને લેન્ડ પોલિસી અંતર્ગત પ્લોટ આપવા માટે ડેવલોપર પાસે બીડ મંગાવી હતી. જેમાં આજે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે આવેલા 4420 ચોરસ મીટરના પ્લોટને મુંબઈની ઇ-સિટી રીયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સૌથી વધારે ભાવ આપવામાં આવતા તેઓને ડેવલોપમેન્ટ રાઇટ્સ વેચવામાં આવ્યા છે. આગામી પ્રોજેક્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના બોર્ડમાં તેને મંજૂરી આપવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, લેન્ડ પોલિસી અંતર્ગત રહેણાંક સિવાયના કોમર્શિયલ હેતુ જેમાં અપસ્કેલ ઓફિસ અને કો-વર્કિંગ સ્પેસ સાથે રેસ્ટોરાં, રિટેઈલ સ્ટોર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ, ATM, તથા અન્ય કોમર્શિયલ ઓફિસો બનાવી શકે એવા 4,420 ચોરસ મીટરના પ્લોટ માટે મુંબઈની કંપની દ્વારા સૌથી વધારે ભાવની બીડ ભરવામાં આવી છે. મુંબઈની કંપની દ્વારા સૌથી વધારે ભાવ રૂ. 3,52,941 પ્રતિ ચોરસ મીટર જેટલું આવ્યું છે. જે અમદાવાદમાં સૌથી વધારે પ્રતિ ચોરસ મીટરનો ભાવ છે. એલોટેમેન્ટનો પત્ર પ્રોજેક્ટ કમિટી તથા SRFDCL બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઈકોનિક કોમર્શિયલ હબ બિઝનેસ ગ્રોથને તો પ્રમોટ કરશે જ સાથે પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી, એનર્જિ એફિશિયન્ટ એનવાયરમેન્ટ પણ આપશે, જેના થકી સેન્ટ્રલ અમદાવાદ તથા આસપાસના વિસ્તારો ધબકતા બનશે. પ્રિ-બિડની બેઠકમાં મુંબઈના બે અને અમદાવાદના સાત ડેવલોપરોએ ભાગ લીધો હતો. જેમાં ટેકનિકલમાં વધારે લોકો ક્વોલિફાય થયા હતા પરંતુ, ફાઇનાન્સિયલ બીડમાં માત્ર બે લોકો જ ક્વોલિફાય થયા હતા. તેમાં મુંબઈની કંપની દ્વારા સૌથી વધારે બોલી લગાવવામાં આવતા 4420 ચોરસ મીટરના પ્લોટ ને 3.52 લાખ પ્રતિ ચોરસ મીટરના ભાવે કુલ 156 કરોડમાં જમીન આપવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, બિલ્ડિંગ્સ બનાવવા માટે લેન્ડ ડેવલોપમેન્ટ પોલિસીને સરકારે મંજૂરી આપ્યા બાદ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (SRFDCL) દ્વારા કોમર્શિયલ અને રહેણાંક એમ બંને હેતુના પ્લોટને લેન્ડ પોલિસી અંતર્ગત આપવા માટે ડેવલોપર પાસે બીડ મંગાવી હતી. જોકે, બીડ સબમિશનની તારીખ એક અઠવાડિયા લંબાવવામાં આવી છે. 15 ઓક્ટોબરથી વધારીને 22 ઓક્ટોબર કરવામાં આવી હતી.