Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગ ઝડપાઈ : , માસ્ટરમાઈન્ડ હજુ પોલીસ પકડથી દૂર

ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યના 12 આરોપીઓની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 12:02:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઇમમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટ કરી લાખો-કરોડો રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે, ત્યારે નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગના ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી.
માહિતી પ્રમાણે નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 13થી 14મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને કહ્યું હતું કે, થાઇલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદીજુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા આરબીઆઇમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.
આરોપીઓએ યુવતી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ બર્થ માર્ક જાણવા માટે કપડાં ઉતારવા માટે પણ કહ્યું હતું. જો કે, યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

Tags: 12 arrestAhmedabaddigitel arrest gang
Previous Post

4 હજાર કરોડનું બેંક ફ્રોડ કેસમાં 5 રાજ્યોમાં કાર્યવાહી

Next Post

રિવરફ્રન્ટનો પ્લોટ 156 કરોડમાં મુંબઈની કંપનીએ મેળવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
Next Post
રિવરફ્રન્ટનો પ્લોટ 156 કરોડમાં મુંબઈની કંપનીએ મેળવ્યો

રિવરફ્રન્ટનો પ્લોટ 156 કરોડમાં મુંબઈની કંપનીએ મેળવ્યો

ગુજરાતમાં ફેક્ટરી દુર્ઘટનામાં 5 વર્ષમાં 992નાં મોત

ગુજરાતમાં ફેક્ટરી દુર્ઘટનામાં 5 વર્ષમાં 992નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.