હાલમાં ઘણાં નાની વયનાં લોકોને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી ગયાં છે અને તેની સાથે સાથે હાઈબીપ, સુગર , હાઈ કોલેસ્ટ્રોલ વગેરે જેવી બિમારીઓ પણ નાની વયનાં લોકોમાં જોવા મળતી થઈ છે.આ બધી બિમારીઓ કિડની ફેલ્યુઅર સ્ટ્રોક જેવી ગંભીર બિમારીઓમાં પરિણમી શકે છે. હાલમાં નાની વયનાં કે 40 વર્ષ થી ઓછી વયનાં લોકોમાં સ્ટ્રોક આવવો સામાન્ય બાબત બની ગઈ છે. સ્ટ્રોક હવે વૃદ્ધો સુધી સીમિત નથી રહ્યો દર 5 માંથી 1 સ્ટ્રોકનો દર્દી 40 વર્ષથી ઓછી ઉંમરનો હોય છે.
2024 માટે ઈએમઆરઆઇ 108 ડેટા દર્શાવે છે કે 1 જાન્યુઆરીથી 27 ઑક્ટોબર સુધીમાં, એમ્બ્યુલન્સે 10420 દર્દીઓને સ્ટ્રોક જેવાં લક્ષણો સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, જે દરરોજ 35 કેસોનો ગુણોત્તર આપે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષોથી આ સંખ્યામાં વધારો થયો છે.સ્ટ્રોક મગજ સુધી લોહી ન પહોંચ તેનાં લીધે થાય છે. મગજમાં લોહીનો પ્રવાહ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. મગજની અંદર ઘણી બધી નશો હોય છે હાઈબીપ, સુગર, કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓના કારણે અમુક નશો બંધ થઈ જાય છે અને તેથી મગજ સુધી લોહી પહોંચી શકતું નથી અને સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક અડધાં શરીરમાં આવી શકે છે અને અડધાં ચહેરા પર પણ આવી શકે છે. સામાન્ય રીતે વ્યક્તિનો અડધો ચહેરો લટકી જાય છે. અડધાં શરીરમાં સ્ટ્રોક આવે ત્યારે અડધું શરીર કામ કરતું બંધ થાય છે આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી હોય છે.
ન્યુરોલોજીસ્ટ જણાવે છે કે “એ હકીકતના પ્રકાશમાં જોવું જોઈએ કે અન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ જેમ કે હાયપરટેન્શન, ડિસ્લિપિડેમિયા લોહીમાં લિપિડની અસાધારણ માત્રા અને ડાયાબિટીસની શરૂઆત નાની ઉંમરે થાય છે.” શહેરનાં અન્ય કેટલાક ન્યુરોલોજીસ્ટ અને ન્યુરો-ફિઝિશિયનોએ સમાન વલણની જાણ કરી હતી. નાની ઉંમરે સ્ટ્રોકનો વ્યાપ અથવા સ્ટ્રોક સાથે સંકળાયેલાં જોખમી પરિબળો કુલ દર્દીઓનાં 20-25 ટકાની રેન્જમાં છે. આનુવંશિક પરિબળોથી માંડીને મોનોજેનિક પરિબળો તરીકે પણ ઓળખાય છે. જીવનશૈલી અને અંતર્ગત સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સુધી, સ્ટ્રોક એ બહુપક્ષીય સ્થિતિ છે.
ડો.હેતલ પારેખ જણાવે છે કે સ્ટ્રોક એ બહુપક્ષીય સ્થિતિ છે,” તેમણે જણાવ્યું હતું. જ્યારે મગજમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અથવા મગજમાં અચાનક રક્તસ્ત્રાવ થાય છે ત્યારે સ્ટ્રોક આવી શકે છે. બ્લોક બ્લોડને કારણે સ્ટ્રોક થાય છે. તેને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે લોહી ન મળવાથી, મગજનાં કોષો મૃત્યુ પામે છે. અચાનક રક્તસ્ત્રાવને કારણે જે સ્ટ્રોક આવે છે તેને હેમરેજિક સ્ટ્રોક કહેવામાં આવે છે. લીક થયેલું લોહી મગજનાં કોષો પર દબાણ કરે છે, અને તેમને નુકસાન પહોંચાડે છે. માત્ર 90 ટકાથી ઓછા સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે.