હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેની શરૂઆત કરશે. આ યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરવામાં આવશે. આ યોજનામાં મફત સારવાર માટે કોઈ શરતો રહેશે નહીં. આવક, પેન્શન, બેંક બેલેન્સ, જમીન અથવા જુની બિમારીના આધારે કોઈપણ વૃદ્ધ વ્યક્તિને આ યોજનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવશે નહીં. દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના લગભગ 6 કરોડ લોકોને આનો લાભ મળશે.
હાલમાં 35 કરોડથી વધુ લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ જાહેરાત બાદ તેમની સંખ્યા 40 કરોડની આસપાસ પહોંચી જશે. મતલબ કે આ લોકો ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવી શકે છે. તેમની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે.આ યોજનામાં જુની બિમારીને પણ આવરી લેવામાં આવી છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આ સિવાય તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન અને દવાઓનો ખર્ચ પણ તેમાં સામેલ છે.
આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે, જે દેશના સૌથી ગરીબ 40 ટકા લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2017માં શરૂ કરી હતી. જો કે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજ્યમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે.આ યોજના હેઠળ દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકાય છે. આ યોજના હેઠળ દાખલ થયાના 10 દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઈ છે.
પરિવહન, તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો સામેલ
આયુષ્માન યોજના હેઠળ જુની બિમારીને પણ આવરી લેવામાં આવી છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં પરિવહનના ખર્ચને આવરી લેવામાં આવે છે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે.