પર્યાવરણ પર 200 દેશોનો મહાકુંભ સીઓપી 29 તેલનો ધની દેશ અઝરબૈજાનની રાજધાની બાકુમાં સોમવારે શરૂ થયો છે. આ સંમેલનમાં સંયુકત રાષ્ટ્રનાં રિપોર્ટે ચેતવ્યા હતા કે વર્ષ 2024 દુનિયાનું સૌથી ગરમ વર્ષ થવાના રસ્તે છે. સાથે સાથે પેરિસ કલાયમેટ સમજુતિનું લક્ષ્ય મોટા ખતરામાં છે.
2015 માં થયેલ પેરીસ સમજુતીમાં નકકી થયુ હતું કે ગ્લોબલ વોર્મીંગ અર્થાત વૈશ્વિક તાપમાનને આ સદીના અંત સુધી ઔદ્યોગીકરણ કરવા 19 મી સદીનાં પહેલાના તાપમાનથી 1.5 ડીગ્રી સેલ્સીયસથી વધુ ન થવા દેવાનું છે. અહીં વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે વૈશ્ર્વીક સરેરાશ તાપમાન 19મી સદીનાં અંતના તાપમાનથી લગભગ 1.54 ડીગ્રી સેલ્સીયસ વધુ રહ્યું છે.
જોકે રીપોર્ટનું કહેવુ છે કે, 1.5 ડીગ્રી સેલ્સીયસનો ટાર્ગેટ હજુ સૂધી તૂટયો નથી. કારણ કે આ લાંબા સમયનુ સરેરાશ દર્શાવે છે. ઈંયુના કલાયમેટ મોનીટર કોપરનિકસ કહી ચુકયુ છે કે 2024 માં જ 1.5 ડીગ્રી તાપમાનની સીમા પર થઈ શકે છે. ડબલ્યુએમએ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે, 2015 થી 2024 સુધીનો દાયકો અત્યાર સુધીનો સૌથી ગરમ દસકો થવા જઈ રહ્યો છે. જે 6 આંતર રાષ્ટ્રીય ડેટા સેટ પર આધારીત છે આ સંગઠનના પ્રમુખ સેલેસ્ટ સાઉલોએ તેને પોતાની ધરતી માટે એક વધુ એસઓએસ સેવ અવર સોલ્સ ઓળખાવ્યો છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, આ વધતા તાપમાનથી ગ્લેશીયર ઝડપથી પિગળી રહ્યા છે અને અતિ ચરમ મૌસમી ઘટનાઓ સતત સમુદાયો અને અર્થ વ્યવસ્થાને અસર કરી રહી છે.
આ સંમેલનમાં ભારત 18 અને 19 નવેમ્બરે પોતાનો પક્ષ રાખશે. ભારત પોતાની પ્રાથમીકતાઓ અંતર્ગત કલાયમેટ ફાયનાન્સ પર વિકસીત દેશોની જવાબદારી નકકી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. યજમાન અઝરબેજાન પર આરોપ લાગી રહ્યો છે કે આ બેઠકનો ઉપયોગ જીવાશ્મ ઈંધણ સાથે જોડાયેલી ડીલ માટે કરી રહ્યો છે.
સીઓપી શું છે અને તે દર વર્ષે કેમ થાય છે?
સીઓપીનો અર્થ છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે સંયુકત રાષ્ટ્રનું સંગઠન છે.તેમાં 200 દેશો સામેલ છે. જેમણે 1992 માં યુનાઈટેડ નેશન ફ્રેમ વર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (યુએનએફસીસીની) સમજુતી પર હસ્તાક્ષર કરાયા હતા. સમજુતીનો ઉદેશ જલવાયું પરિવર્તનનાં મુળ કારણોનો નિકાલ લાવવાની સાચી ટેકનીક પર વાતચીત કરવા અને તેના અનુસાર પગલા ઉઠાવવાનું હતું અને તેના માટે દર વર્ષથી આ દેશો આ સંમેલનમાં ભાગ લે છે સીઓપીનું આ 29 મું સંમેલન છે.