દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને
પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે.
AAPની સરકારમાં મંત્રી રહેલા કૈલાશ ગહેલોતને પાર્ટીમાં લાવ્યા બાદ દિલ્હી ભાજપના નેતાઓ
ખાનગીમાં કહી રહ્યા છે કે હજુ એકાદ-દોઢ મહિનો રાહ જુઓ, ડિસેમ્બરના અંત સુધીમાં AAPના ઘણાં
નેતાઓ ભાજપનો ભગવો ખેસ પહેરી લેશે. ભાજપે 10થી 15 AAPના ધારાસભ્યોને લાવીને ટિકિટ
આપવાનો વ્હૂય બનાવ્યો હોવાની ચર્ચા પણ દિલ્હીમાં ચાલી રહી છે.
ભાજપે દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં પણ ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના
ચૂંટાયેલા મેયરે આ આરોપ લગાવ્યો છે. દિલ્હી મહાનગરપાલિકાના મેયર બન્યા બાદ મહેશ કુમાર
ખીચીએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મેયરે કહ્યું,
‘દલિત વિરોધી ભાજપે પોતાના LG દ્વારા MCD મેયરની ચૂંટણી રોકી હતી. ભાજપ નહતું ઇચ્છતું કે કોઇ
દલિત વ્યક્તિ મેયર બને માટે તેમને અમારા કાઉન્સિલરોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીની
જનતાએ આ બધુ જોયું અને જનતા ભાજપને તેનો જવાબ આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે.’