ગોધરાકાંડની સત્ય ઘટના પર બનેલી ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને AMCના પદાધિકારીઓએ ફિલ્મ સાબરમતી રિપોર્ટને નિહાળી હતી.
ફિલ્મ જોયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.લોકો સમગ્ર ઘટનાથી વાકેફ થાય તે માટે આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચ s7 અને s6 માં 59 જેટલા કાર સેવકોને જીવતા બાળી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. ત્યારે તે જ મુદ્દા ઉપર 15 તારીખના રોજ જી સાબરમતી રિપોર્ટ નામની હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓએ ફિલ્મને નિહાળી હતી. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂર પણ જોડાયા હતા.