બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ (161 રન) અને વિરાટ કોહલી (100*)ની મદદથી 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો.આજે મેચનો ચોથો દિવસ છે અને પ્રથમ સેશન ચાલી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી દીધી છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે.
ઉસ્માન ખ્વાજા 4 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રવિવારે, માર્નસ લાબુશેન 3, કેપ્ટન પેટ કમિન્સ 2 અને નાથન મેકસ્વીની ખાતા વગર આઉટ થયા હતા. બુમરાહ અને સિરાજે 2-2 વિકેટ લીધી છે. ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.