જમીયત ઉલેમા-એ-હિંદે સંભલ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કહ્યું છે કે કોર્ટ 1991ના Places of Worship Ac લાગુ હોવા છતાં કોર્ટ ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ આપી રહી છે. આ ખોટું છે. જમીયતે કહ્યું છે કે, 1947ના ધાર્મિક સ્થળોના સ્વરૂપને જાળવી રાખવા માટે કહેવાતા Places of Worship Acનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.
આ અંગે જમિયતની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ તેની સુનાવણી થતી નથી. જમીયતના વકીલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને Places of Worship Ac અંગે વહેલી સુનાવણીની માંગ કરી છે. ઉત્તર પ્રદેશના સંભલમાં મુગલ સમયની જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. શાળાઓ ફરી ખુલી ગઈ છે અને રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ વેચતી ઘણી દુકાનો ફરી ખુલી છે. જો કે સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. જિલ્લા માહિતી અધિકારી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ, સંભલ તાલુકામાં બુધવારે સાંજે 4 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
સંભલ નગરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. દરમિયાન, હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના સભ્યોએ એકતા માટે હાકલ કરી છે અને સાંપ્રદાયિક સંવાદિતા પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હિંસા બાદ સર્જાયેલી પરિસ્થિતિને જોતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે 30 નવેમ્બર સુધી સંભલમાં બહારના લોકો અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.