મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા ચાલી રહી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની માંગ કરી છે. અત્યાર સુધી શિવસેના અથવા મહાયુતિ તરફથી ઓફિશિયલ કઇ કહેવામાં આવ્યું નથી. મુખ્યમંત્રીના નામ પર ટુંક સમયમાં મોહર લાગી શકે છે.
શિંદેને મુખ્યમંત્રી ના બનાવવાની સ્થિતિમાં ગૃહમંત્રાલયની માંગ રાખી છે. ગત રાત્રે દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં આ માંગ રાખવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાં એકનાથ શિંદે અને ફડણવીસનું નામ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે ભાજપ ફડણવીસના નામ પર મોહર લગાવી રહી છે.
એવા પણ સમાચાર છે કે મહાયુતિમાં એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ઓફિશિયલ કઇ કહેવામાં આવ્યું નથી. શ્રીકાંત કલ્યાણ બેઠક પર સાંસદ છે.
અટકળો છે કે ભાજપ નેતૃત્ત્વ કેટલાક અન્ય નામ પર પણ વિચાર કરી રહ્યું છે જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના કોઇ નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે. આ લગભગ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે જ્યારે NCP અને શિવસેનામાંથી નાયબ મુખ્યમંત્રી પદ પર નેતા હશે.
ભાજપના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં હતા. હવે એવી શક્યતા છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીની માંગ ફગાવી દીધી છે. શિંદે ડેપ્યુટી CM માટે નવું નામ આપશે.શુક્રવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જેપી નડ્ડા નીરિક્ષક તરીકે મુંબઇ જશે.
સૂત્રો અનુસાર, શિવસેના પોતાના ધારાસભ્યોને સાધવા માટે એકનાથ શિંદેને રાજ્યના નેતૃત્ત્વમાં બનાવી રાખવા માંગે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઇ શકે છે માટે સંભાવના છે કે શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે. આ સિવાય એક ફોર્મૂલા એવી પણ ચર્ચામાં છે કે શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને રાજ્યમાં તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. હવે જોવું રસપ્રદ રહેશે કે ભાજપ અને મહાયુતિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરે છે અને કોણ મુખ્યમંત્રી બને છે તેના પર તમામની નજર છે.