સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે પણ સદનમાં હોબાળો થયો હતો. અદાણી અને સંભલ મુદ્દે ફરી વિપક્ષે હંગામો કરતા સદન 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. કેરળના વાયનાડથી લોકસભા પેટા ચૂંટણી જીતનારા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સંસદ સભ્યના રૂપમાં શપથ લીધા હતા. આ લોકસભા બેઠક તેમના ભાઇ રાહુલ ગાંધીએ ખાલી કરી હતી જે વાયનાડ અને રાયબરેલી બન્ને બેઠક જીત્યા હતા. પ્રિયંકા ગાંધીએ ચાર લાખ કરતા વધુ મતથી આ બેઠક જીતી હતી.
હવે પ્રિયંકા ગાંધી તે સાંસદોની યાદીમાં સામેલ થયા છે જેમના પરિવારને ઓછામાં ઓછા એક સભ્ય સંસદના કોઇ પણ સદનમાં છે. સોનિયા ગાંધીને રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા છે કારણ કે તેમને 2024ની સામાન્ય ચૂંટણી રાયબરેલીથી ના લડવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે લોકસભામાં બેઠશે.
અખિલેશ યાદવના ચાર સંબંધી સંસદમાં
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવ બન્ને લોકસભાના સભ્ય છે. અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં કન્નૌજથી જીત મેળવી હતી અને તેમના પત્ની ઉત્તર પ્રદેશના મૈનપુરી બેઠકથી ચૂંટાયા હતા. અખિલેશ યાદવના કાકાના ભાઇ અક્ષય યાદવ ફિરોઝાબાદ બેઠક પરથી જીત્યા છે જ્યારે તેમના બીજા ભાઇ ધર્મેન્દ્ર યાદવ બદાયૂંથી જીતેલા છે. અખિલેશ યાદવનો પરિવાર પણ લાલુ યાદવના પરિવાર સાથે જોડાયેલો છે.
પપ્પુ યાદવે બિહારની પૂર્ણિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે 23 હજાર કરતા વધુ મતથી જીત મેળવેલી છે, તેમના પત્ની રંજીત રંજન છત્તીસગઢથી રાજ્યસભાના સાંસદ છે. તે 2022માં સદનમાં ચૂંટાયા હતા.