રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના તારાપુર-ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના વડદલા પાટીયા નજીક સર્જાઈ હતી. અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ, કલ્પેશ જીયાણી 3 લોકોના મોત ઘટના સ્થળ પર જ થયા હતા. તો અન્ય પેસન્જરોનો ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. અકસ્માતમાં મારનાર ત્રણેય રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પેટલાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. દુર્ઘટનાના દ્રશ્યો અત્યંત ભયાવહ હતા