Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સીરિયામાં ચાલી રહેલાં ગૃહ યુદ્ધમાં 200થી વધુના મોત

હયાત-તાહીર-અલ્-શામ અને તેનાં સાથી જેહાદી જૂથોએ સીરિયા પર કબજો જમાવવા યુદ્ધ છેડી દીધું છે

dharmendravaghela by dharmendravaghela
2024-11-30 11:28:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અત્યારે સીરિયામાં ચાલી રહેલાં ગૃહ યુદ્ધમાં હયાત તાહીર-અલ્-શામ (એચ.ટી.એસ.)ના 102 આતંકીઓ માર્યા ગયા છે. બીજા 19 તેનાં સાથી જૂથોના આતંકીઓ માર્યા ગયા છે. તો બીજી તરફ પ્રમુખ બશર અલ અસદની સરકારનાં અને સાથીઓનાં દળો મળી 61 નાં મોત થયાં છે. આમ કુલ આંક 182 મૃત્યુનો પહોંચ્યો છે.
જેહાદીઓએ દમાસ્કસ-અલેપ્પો ધોરીમાર્ગ પર આક્રમણ કર્યું છે. પરિણામે ધોરીમાર્ગ બંધ કરવો પડયો છે. જેહાદી જૂથ હયાત-તાહીર-અલ્-શામ અને તેનાં સાથી જૂથોએ સીરિયા પર કબજો જમાવવા ખૂનખાર યુદ્ધ છેડી દીધું છે. તેમને રશિયાની સહાય છે. રશિયન-એર-સ્ટ્રાઇક્સને લીધે આ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. કુવૈત-ઈરાક-સીરિયા લેબેનોન અને જોર્ડન તથા ઇઝરાયલનો વિસ્તાર વિશ્વના મહત્ત્વના વ્યૂહાત્મક વિસ્તારો પૈકીનો એક છે. આ વિસ્તાર પર કબજો જમાવવા મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. ઈરાક અને સીરિયામાં વર્ષોથી આંતર-કલહ ચાલી રહ્યો છે. તે પૈકી સીરિયામાં તીવ્ર આતંર-કલહ ચાલે છે જે છેલ્લાં કેટલાંક સમયથી અતિ તીવ્ર બની રહ્યો છે. તેમ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે.
ઓબ્ઝર્વેટરીના રામી અબ્દુલ રહેમાન જણાવે છે કે રશિયાના વિમાન હુમલામાં અલેપ્પોની આજુબાજુના વિસ્તારોમાં કુલ મળી 19 નાં મૃત્યુ થયાં છે. જ્યારે સીરીયન લશ્કરના તોપમારાથી અન્યોનાં મૃત્યુ થયાં છે. ઉલ્લેખનીય છે કે રશિયા પ્રમુખ બશર અલ અસદને ટેકો આપે છે. જે સામે અમેરિકા સાથી પશ્ચિમના દેશો વિપ્લવ જૂથોને ટેકો આપે છે. રશિયા પ્રમુખ બશર-અલ્-યાસદનું ગાઢ મિત્ર છે. સીરિયામાં 2015થી ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ તેમાં હસ્તક્ષેપ શરૂ કર્યો અને ગૃહયુદ્ધ પ્રમુખ અસદ પક્ષે વાળી દીધું તે સમયે (2015માં) આસદ-સરકારના હાથમાં માત્ર દેશનો એક પંચમાંશ (20 ટકા) ભાગ જ હતો.
બીજી તરફ એચ.ટી.એસ. અને તેનાં સાથી જૂથોને તૂર્કી પણ ટેકો આપે છે. તેઓએ અત્યારે દમાસ્કસ અલેપ્પો ઇન્ટરનેશનલ હાઈવે એમ-૫ ઉપર કબજો જમાવી દીધો છે. ઉપરાંત એમ-4 અને એમ-5 હાઈવેઝનાં જંકશન ઉપર પણ કબજો જમાવી દીધો છે. તેમ બ્રિટન સ્થિત નિરીક્ષકો જણાવે છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારે કેટલાંક નિરીક્ષકોએ આગાહી કરી હતી કે આ યુદ્ધ સમગ્ર મધ્યપૂર્વ આવરી લેશે તે સાચી પડતી જાય છે.

Tags: 200 diecivil warsyria
Previous Post

ફેંગલ વાવાઝોડું આજે કરશે લેન્ડફોલ

Next Post

ગુજરાતમાં ફેમિલી કોર્ટમાં રોજના 161 નવા કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતમાં ફેમિલી કોર્ટમાં રોજના 161 નવા કેસ

ગુજરાતમાં ફેમિલી કોર્ટમાં રોજના 161 નવા કેસ

શિંદે આજે લેશે મોટો નિર્ણય ?

શિંદે આજે લેશે મોટો નિર્ણય ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.