Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાબરી મસ્જિદ નીચે કોઈ મંદિર નહોતું : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિનટન નરીમન

તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદામાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો હેઠળ ન્યાય નહોતો કરાયો

dharmendravaghela by dharmendravaghela
2024-12-07 11:17:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ મળ્યું, તે બાબત ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની દખલ બાદ પણ આ ટ્રાયલ બહુ જ લાંબી ચાલી હતી અને ભાજપના વરિષ્ઠ નેતાઓને છોડી મુકવામાં આવ્યા હતા. આ નેતાઓને આરોપોથી મુક્ત કરનારા સીબીઆઇ કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર યાદવને બાદમાં ઉત્તર પ્રદેશમાં લોકાયુક્ત બનાવી દેવાયા હતા. તેઓ નિવૃત્ત થયા તે બાદ આ પદ અપાયું હતું. એટલુ જ નહીં પૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતું.
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એએમ અહમદીની યાદમાં સ્થપાયેલી સંસ્થાના લેક્ચરમાં બિનસાંપ્રદાયિકતા અને ભારતીય બંધારણ પર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નરીમને વક્તવ્ય આપ્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે 1992માં બાબરી મસ્જિદ ધ્વંસના આરોપી ભાજપના નેતાઓને છોડી મુકવામાં આવ્યા, આ કેસની ટ્રાયલ 25 વર્ષ સુધી પડતર રહી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મેં આદેશ આપ્યો જે બાદ ટ્રાયલ ફરી શરૂ કરાઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે સ્પેશિયલ સીબીઆઇ જજ સુરેન્દ્ર યાદવે તમામ આરોપીઓને છોડી મુક્યા, બાદમાં નિવૃત્તિ પછી ઉ. પ્રદેશના ઉપ લોકાયુક્ત બન્યા હતા. સપ્ટેમ્બર 2020ના રોજ લખનઉની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ઉપવડાપ્રધાન એલ. કે. અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપના નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય નેતાઓને છોડી મુક્યા હતા. છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સીબીઆઇ આ મામલામાં આરોપીઓની સામે નક્કર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહી છે. એવો કોઇ પુરાવો નથી જેનાથી સાબિત થાય કે બાબરી ધ્વંસ એક કાવતરુ હતું. આ મામલામાં બે ફરિયાદો થઇ હતી જેમાં એક ફરિયાદમાં કારસેવકો અને બીજીમાં આ નેતાઓ આરોપી હતા. જસ્ટિસ નરીમને કહ્યું હતું કે 25 વર્ષ સુધી આ એફઆઇઆરને લઇને કોઇ જ કાર્યવાહી ના થઇ.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નરીમને અન્ય એક મોટુ નિવેદન બાબરી મસ્જિદ અને રામ મંદિરને લઇને આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદામાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો હેઠળ ન્યાય નહોતો કરાયો, રામ મંદિર નિર્માણની છૂટ આપતા સુપ્રીમના ચુકાદાને ટાંકીને તેમણે કહ્યું હતું કે આ મામલામાં ન્યાયની મોટી મજાક કરવામાં આવી, ખુદ સુપ્રીમ કોર્ટે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતું.
બાબરી મસ્જિદ 1528માં બનાવાઇ, 1853માં વિવાદ પહેલા ત્યાં કોઇ જ વિવાદ નહોતો. બે હિસ્સા હતા જેમાં એક હિસ્સામાં હિન્દુ અને બીજા હિસ્સામાં મુસ્લિમ પ્રાર્થના નમાઝ કરતા હતા અને આવુ 1857થી 1949 સુધી ચાલ્યું હતું.1949 માં 50થી 60 લોકો મસ્જિદમાં ઘૂસ્યા અને ત્યાં એક મૂર્તિ રાખી દેવાઇ. 2003નો એએસઆઇનો રિપોર્ટ કહે છે કે આ સ્થળ જુદા જુદા ધર્મના લોકો સાથે જોડાયેલુ રહ્યું છે જેમાં શૈવ સંપ્રદાય (નાથ), બુદ્ધિષ્ટ, જૈનનો સમાવેશ થાય છે. દેશના સૌથી વરીષ્ઠ ન્યાયવીદોમાં સ્થાન ધરાવતા ફલી સામ નરીમનના પુત્ર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમનના આ ખુલાસા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Tags: babari masjidindiarohinton nariman
Previous Post

મોરારીબાપુની ઉપસ્થિતિમાં મહુવા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો પ્રારંભ

Next Post

ધોરણ 12ના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની કરી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ધોરણ 12ના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની કરી હત્યા

ધોરણ 12ના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની કરી હત્યા

રાહુલની નાગરિકતા મામલે હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

રાહુલની નાગરિકતા મામલે હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.