મધ્યપ્રદેશના છતરપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સક્સેનાની ગોળી મારીને હત્યા કરી નાખી. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મામલો શુક્રવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ધમૌરા સરકારી શાળાનો છે. ઘટના બાદ આરોપી વિદ્યાર્થી પ્રિન્સિપાલનું સ્કૂટર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ આરોપીને નૌગાંવથી પકડી લીધો.
પ્રિન્સિપાલે વિદ્યાર્થીના પિતાને ઘણી વખત ફોન કરીને ફરિયાદ કરી હતી. કહ્યું કે તમારો દીકરો અનુશાસનહીન છે. તેની કાળજી લો. ત્યારથી તે પ્રિન્સિપાલથી નારાજ હતો. આરોપી છેલ્લા એક સપ્તાહથી પિસ્તોલ સાથે શાળાએ આવતો હતો. તેણે બધાને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે મારા પરિવારને ફરિયાદ કરનાર આચાર્ય અને શિક્ષકને મારી નાખીશ. પોલીસ પૂછપરછ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આરોપી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ પર ટીપ્પણી કરીને તેમને ચીડવતો હતો. આ અંગે વિદ્યાર્થીનીઓએ શિક્ષક અને આચાર્યને ફરિયાદ કરી હતી. પ્રિન્સિપાલે વિદ્યાર્થીને કડક શબ્દોમાં સમજાવ્યું હતું, પરંતુ તે માનવા તૈયાર નહોતો. આના પર પ્રિન્સિપાલે તેના પરિવારના સભ્યોને શાળામાં બોલાવ્યા અને પુત્રની ફરિયાદ કરી હતી. સમજાવ્યા બાદ શિક્ષકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.