ભાવનગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના ૨૨માં સ્થાપના દિનની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી . જેમાં સૌપ્રથમ કર્મચારીઓ તથા તેમના પરિવારના સદસ્યો દ્વારા શિવ ચાલીશા , હનુમાન ચાલીશા , ગાયત્રી ચાલીશા અને ગૌ ચાલીશા કરવામાં આવેલ. ત્યારબાદ બ્લડ બેંક સર ટી હોસ્પિટલ , ભાવનગરના સહયોગથી રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ . જેમાં કર્મચારીઓએ ઉમળકાભેર ભાગ લઇ ૭૪ બોટલ રક્તદાન કરેલ.
સર ચિલીંગ સેન્ટર પર સર્વોત્તમ ડેરી ચેરમેન , મેનેજિંગ ડીરેક્ટર, નિયામક મંડળ , ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી . સર્વોત્તમ ડેરી દ્વારા દર વર્ષે સર્વોત્તમ ડેરીના વિવિધ પ્લાન્ટો તેમજ તેની સાથે સંયોજિત દૂધ મંડળીઓ પર માતબર વૃક્ષો રોપવામાં આવે છે અને તેની જાળવણી કરવામાં આવે છે . (જેનો એવોર્ડ ગુજરાત કો – ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી મળેલ છે ).
ત્યારબાદ સંસ્થાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ . જેમાં ઢોલ ત્રાંસા સાથે નિયામક મંડળ તથા કર્મચારીઓ વાજતે ગાજતે ફટાકડાંની આતશબાજી સાથે સભા મંડપ સુધી આવેલ . જેમાં સપ્તતત્વ કાર્યક્રમ અન્વયે વિવિધ વિષય અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ વિષે ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે માર્ગદર્શન આપેલ . આ સંઘના પાયાના પત્થર એવા મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીના મહાસંઘર્ષ થકી આ સંઘની સ્થાપના થયેલ છે જેને યાદ કરી બિરદાવેલ , સરાહના કરેલ ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીના સુચારુ વહીવટ દ્વારા સર્વોત્તમ સફળતા થકી આ સંસ્થાને વિકાસની હરણફાળ તરફ લઇ જઈ પશુપાલકોને સર્વોત્તમ ભાવ આપી શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ અને હવે આ જીલ્લામાં આનુવંશીક તેમજ હરિયાળી ક્રાંતિ કરવામાં આ સંસ્થાનો મોટો ફાળો રહેશે તે નક્કી છે . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૧૭ ના આહ્વાન મુજબ ૨૦૨૨માં ખેડૂતોની આવક ડબલ કરવાના નિર્ધારને સર્વોત્તમ ડેરીએ સાકાર કરેલ છે તેની જાણકારી મેનેજિંગ ડિરેક્ટરએ આપેલ જેની નિયામક મંડળે સરાહના કરેલ .