ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થવાનો એક વિવાદ થોડા દિવસ પૂર્વે સામે આવ્યો હતો. આજે આ મામલો ફરી ઉખળ્યો છે. તત્કાલીન સમયના બનાવમાં તંત્રએ યોગ્ય કાર્યવાહી નહિ કર્યાનું જણાવી આજે સ્થાનિકોએ મામલતદાર કચેરીએ પર ધરણા પર બેસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ જે તે સમયે રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનો સુર ઉઠ્યો હતો. આ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છતાં કોઈ ઉકેલ ન જણાતા રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણા કરશે તેવી જાહેરાત કરી આજે મામલતદાર કચેરી પર ધરણા આદર્યા છે.આ મામલે ગરમાવો આવ્યો છે અને તંત્ર દોડતું થયું છે.