જતીન સંઘવી ; બાપાના ધામ બગદાણા તથા આજુબાજુના ગામોમાં આજે મંગળવારે બપોરથી મેઘરાજાએ વહાલ વરસાવવાનું શરૂ કર્યું હતું અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં હળવા ભારે ઝાપટા શરૂ રહ્યા હતા. ભારે વરસાદના પગલે વાતાવરણમાં ટાઢક પ્રસરી વળી હતી તો બગદાણાની પ્રસિદ્ધ બગડ નદીમાં પુર આવ્યું હતું અને નદી બે કાંઠે વહી હતી. બગદાણા ઉપરાંત આ પંથકના રોહીશાળા, ઠાડચ સહિતના આજુબાજુના ગામોમાં પણ મેઘ મહેર થઇ હતી જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જણાયા હતા.
મહુવા પંથકમાં જામ્યો વરસાદી માહોલ
મહુવાના બગદાણા, ટીટોડીયા, મોણપર, ટીટોડીયા, કરમદીયા તેમજ દેગવડા સહિતના વિસ્તારોમાં વસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. સિઝનના પહેલા વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા. ધોધમાર વરસાદના પગલે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, નદી બે કાંઠે વહી હતી તો ખેતરો સર્વત્ર પાણી પાણી થયા હતા.
(વિડીયો સૌજન્ય : ભાવિક ભગત, બગદાણા)