Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગોલન હાઈટ્સ પર ઈઝરાયલના કબજા સામે યુરોપ અને એશિયાના દેશોનો ઉગ્ર વિરોધ

ઇઝરાયેલનો પગપેસારો મધ્યપૂર્વમાં વધુ ફેલાય તેવી સંભાવના

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 11:52:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સીરિયામાં બશર અલ અસદની સત્તા ઉખડી જવાની સાથે જ હમાસ હિઝબુલ્લાહ સાથે લડવામાં રોકાયેલા ઇઝરાયેલે આશ્ચર્યજનક રીતે સીરિયા તરફ દોટ લગાવી છે અને ઇઝરાયેલ-સીરિયા વચ્ચેના બફર ઝોનમાં ઘૂસીને ગોલન હાઇટ્સ પરનો કબ્જો મેળવી લેતા આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે. તેમાં પણ ઇઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહુએ તેને હવે ઇઝરાયેલનો ભાગ ગણાવતા ઘેરા આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાત પડયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલ સીરિયાની નબળી સ્થિતિ જોતાં ગોલન હાઇટ્સને છોડે તેમ લાગતું નથી. નેતન્યાહુએ તો રીતસરનો તેને ઇઝરાયેલનો વિસ્તાર જ જાહેર કરી દીધો છે.
ઇઝરાયેલના આ કબ્જાનો ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશો અને સાઉદી અરેબિયા, કતાર, જોર્ડન, ઇરાન, ઇરાક સહિતના એશિયન દેશોએ ભારે વિરોધ કર્યો છે. જ્યારે અમેરિકાએ ઇઝરાયેલનો આ કબ્જો કામચલાઉ હોવાનો ગણાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે ઇઝરાયેલને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે. આ જોતાં આગામી સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્ર સત્તા પર આવવાનું છે ત્યારે ઇઝરાયેલનો પગપેસારો મધ્યપૂર્વમાં વધુ ફેલાય તેવી પ્રબળ સંભાવના છે.
ઇઝરાયેલે સીરિયા પરના હુમલા છતાં પણ ગાઝામાં હમાસ પર ત્રાટકવાનું બંધ કર્યું નથી. ગાઝામાં કરેલી એર સ્ટ્રાઇકમાં કુલ 30ના મોત થયા હતા અને અનેક ઇજા પામ્યા છે. હવે ફક્ત અહીં સવાલ એટલો છે કે ઇઝરાયેલ હવે ગાઝાને કેટલું ખેદાનમેદાન કરશે. તે માનવતાવાદી સહાયને પણ અટકાવી રહ્યુ છે. ઇઝરાયેલે સીરિયા પર છેલ્લા 48 કલાકમાં 350 મિસાઇલ ઝીંકી દીધી છે. તેણે સીરિયાના મહત્ત્વના નૌકાદળ મથકો, બંદરો, અલ બાયદા અને લાતાકિયાને લક્ષ્યાંક બનાવ્યા છે. તેમા તેના ૧૫થી વધુ જહાજ ખતમ થઈ ગયા છે. ઇઝરાયેલે આ હુમલાને પોતાની સુરક્ષા માટે કરેલા હુમલા ગણાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ભવિષ્યમા સીરિયા તરફથી કોઈ હુમલો ન આવે તે માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આ હુમલાના ઇરાદા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે.

Tags: golan heightsinrael
Previous Post

જાપાનમાં જન્મદર વધારવા અઠવાડિયામાં 3 રજા!

Next Post

રેપના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ કરી પીડિતાની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રેપના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ કરી પીડિતાની હત્યા

રેપના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ કરી પીડિતાની હત્યા

શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.