રેલવેનાં ખાનગીકરણને લઈને છેડાયેલી ચર્ચા વચ્ચે સમિતિએ રેલવેનાં પાયાનાં માળખામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની ભલામણ કરી છે. સંસદના શિયાળુ સત્રમાં રેલવેની સંસદીય સમિતિએ રીપોર્ટ આવકમાં ખોટને ઓછી કરવા એસી શ્રેણીનાં ભાડાની સમીક્ષા કરવાની ભલામણ કરી છે. સાથે સાથે એ પણ નિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. સામાન્ય શ્રેણીની યાત્રા સસ્તી રહે.
જો સરકાર સમિતિની વાત માને છે તો આવી શ્રેણી રેલવે ભાડામાં વધારો કરી શકે છે. ભાજપ સાંસદ સી.એમ.રમેશની અધ્યક્ષતાવાળી કમીટીએ 2024-25 માટે બજેટ અનુમાનો પર ધ્યાન આપ્યું હતું જેમાં માલ પરિવહનમાં 1.8 લાખ કરોડ રૂપિયાની તુલનામાં યાત્રી ભાડા આવક 80 હજાર કરોડ રૂપિયા થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સંસદીય સમિતિએ જણાવ્યુ છે કે જનરલ કલાસ ટ્રાવેલ સસ્તી થવી જોઈએ. પણ ઓપરેટીક કોસ્ટ વધારવા અને નુકશાન ઓછુ કરવા માટે એસી કલાસનાં ભાડાની સમીક્ષા કરવી જોઈએ. આ ઉપરાંત રીપોર્ટમાં ભારતીય રેલવેને યાત્રી ટ્રેનોનાં ઓપરેશનલ ખર્ચાની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યુ છે.