અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. બાઈડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે મંગળવારે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવેરમાં યોજાનારી ક્વાડ સમિટનો પણ સમાવેશ થાય છે.કેમ્પબેલે કહ્યું કે અમે ઉદ્યોગ, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના સંબંધોને અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં લઈ ગયા છીએ. બંને દેશ હવે સ્પેસ સેક્ટર માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. ટ્રમ્પે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધુ ટેરિફ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે જો અમે તેમને કોઈ સામાન મોકલીએ તો તેઓ તેના પર 100% અને 200% ટેરિફ લાદે છે. જો તેઓ ટેરિફ લાદવા માંગતા હોય તો ઠીક છે, અમે પણ તેમના પર સમાન ટેરિફ પણ લાદીશું. ટ્રમ્પ સિવાય તેમના વહીવટમાં વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું કે તમે અમારી સાથે જેવું વર્તન કરશો, તમારી સાથે પણ એવું જ વર્તન થશે.