Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં 4 હજાર નકલી ડોક્ટર!:અમદાવાદમાં નકલી ડિગ્રી બને, સુરતમાં ગ્રાહક શોધાય

70 હજાર આપો, 10 મિનિટમાં નકલી ડિગ્રી લો : સુરત પોલીસે પકડેલા મુખ્ય સૂત્રધારોની તપાસમાં ઘટસ્ફોટ

dharmendravaghela by dharmendravaghela
2024-12-20 12:02:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નકલી ડિગ્રીથી બોગસ ડોકટર બનાવવાના રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જયાં નકલી ડિગ્રી આપી ન હોય. આવા 4 હજાર ડોકટરો ગુજરાતમાં છે જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે. સુરત પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી આવા 1281 બોગસ ડોકટરો મળ્યા છે જે હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી અને પ્રેકટીસ કરી રહ્યાં છે જયારે 2719નો તો હજુ સુધી કોઈ અત્તોપત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જે બોગસ ડોકટરોના નામ પોલીસ તપાસમાં ખૂલ્યા છે તેમની યાદી જે તે શહેરની પોલીસને સોંપવામાં આવી રહી છે.
સમગ્ર રેકેટમાં સુરત પોલીસે પકડેલા અમદાવાદના ડો.બી.કે.રાવત અને સુરતના રસેષ ગુજરાથી આ કાળો કારોબાર ચલાવતા હતા જેમાં બોગસ ડિગ્રી તૈયાર કરીને આપવાનું કામ બી.કે.રાવતનું હતુ. નકલી ડોકટર તરીકે ગ્રાહક લાવવાનુ કામ રસેષ ગુજરાથી કરતો હતો અને તે રાવતને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતા અને દસ મિનિટમાં રાવત બોગસ ડિગ્રી મોકલી આપતો. 70 હજારમાં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.
પોલીસે પકડેલા દસ ડોકટરોમાં ભેસ્તાનમાં રહેતો સમીમ અંસારી પણ હતો. તપાસ કરતા ખબર પડી કે, અગાઉ તેણે દોઢ વર્ષની બાળકીની સારવાર કરી હતી જેમાં આડેધડ ચાર ઈન્જેકશન આપી દેતા થાપાના ભાગે બ્લેડ વાગી ગઈ હતી અને મૃત્યુ થયુ હતુ. પરિવારના હોબાળા પછી ગુનો નોંધાયો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે તેની પાસે એનઈએચએમ ઓફ ઈન્ડિયામાંથી મેળવેલી બીઈએમએસ ડિગ્રી હતી. આ પછી તેની ધરપકડ થઈ અને જેલમાં મોકલ્યો હતો. જામીન પર છુટીને ફરી તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી.
​​​​​​​​​​​​​એક મહિના પહેલા પાંડેસરામાં કર્મયોગી સોસાયટીમાં બોગસ ડોક્ટર બબલુ શુક્લા,રાજારામ દુબે સહિતનાઓએ જનસેવા નામથી હોસ્પિટલ શરૂ કરી દીધું હતું. હોસ્પિટલ શરૂ કરવા પહેલા તેઓએ રસેષ ગુજરાથી પાસેથી બોગસ ડિગ્રી મેળવી હતી. રસેષ ગુજરાથીએ હોસ્પિટલમાં પોતાને ભાગીદાર બનાવવા માટે બબલુ શુક્લા અને રાજારામ દુબે પર દબાણ કર્યું હતું. ત્યારે બંને બોગસ ડોક્ટરોએ રસેષ ગુજરાથીને એવું કહીને ના પાડી કે રૂપિયા તેઓ લગાવે છે તો તેને ભાગીદાર કેમ બનાવે. તેથી રસેષ ગુજરાથી ઉશ્કેરાયો અને તેને મીડિયા અને પોલીસ તથા આરોગ્ય તંત્રને આ બાબતે જાણકે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરી દીધી છે. તેથી પોલીસ અને આરોગ્ય વિભાગે બીજા દિવસે હોસ્પિટલ બંધ કરાવી દીધી હતી. પોલીસે તપાસ કરતા ખબર પડી કે બબલુ શુક્લા અને રાજારામ દુબેની બીઇએમએસની ડિગ્રી બોગસ છે.

Tags: fake doctor degree scamsurat
Previous Post

બાંગ્લાદેશમાં ઘુસીને બતાવીશું શક્તિશાળી કોણ, સરકાર મંજૂરી આપે

Next Post

નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા જોઈએ : ભાજપ

બિપિન રાવતનું હેલિકોપ્ટર માનવીય ભૂલના કારણે ક્રેશ થયું હતું

બિપિન રાવતનું હેલિકોપ્ટર માનવીય ભૂલના કારણે ક્રેશ થયું હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.