રાજ્યના પોલીસ વિભાગમાં જુદી જુદી પોસ્ટની 12472 જગ્યા માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થઇ રહ્યો છે.રાજ્યભરના 15 જેટલા મેદાનોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટી પાસ કરવા માટે દોડ લગાવશે. 8થી 31 જાન્યુઆરી સુધી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી લેવાશે. રાજ્યમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે.
12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મગાવી હતી. ઉમેદવારોની કેટલીક ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોને દોડ દરમિયાન પડી જવાના કે બીમાર થવાના કિસ્સા બહાર આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ડોક્ટરની ટીમને સ્ટ્રેચર સાથેની એમ્બ્યુલન્સ વાન કે 108ને ગ્રાઉન્ડ ખાતે હાજર રખાશે. PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવાશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પૂછાશે.