હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 48 કલાક પડશે કાતિલ ઠંડી, પછી તાપમાનમાં વધારો થશે, આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જો કે, ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. નલિયામાં 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અબડાસામાં બરફની ચાદર જામી હતી. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે.