ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી આઈલેન્ડ પાસે સી પ્લેન ક્રેશ થયું છે. આ દરમિયાન અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિટ્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હિન્દ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી.
આ દુર્ઘટના હિન્દ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. ઓસ્ટ્રેલિયામાં પર્થથી લગભગ 30 કિમી (18.6 માઇલ) પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયું ત્યારે પ્લેનમાં 6 પ્રવાસીઓ સવાર હતા. રોટનેસ્ટ ખાતે રજાઓ માણી રહેલા પ્રવાસી ગ્રેગ ક્વિને કહ્યું કે તેણે પ્લેન ક્રેશ થતા જોયું હતું. ક્વિને પર્થમાં ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ રેડિયોને જણાવ્યું હતું કે, “અમે સી પ્લેનને ટેકઓફ થતું જોઈ રહ્યા હતા અને તે પાણીમાંથી ઉતરવા લાગ્યું ને અચાનક પલટી ગયું અને ક્રેશ થયું હતું.
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ” પીડિતોના પરિવારો અને મિત્રો સાથે મારી સંવેદના છે.” તેમાં કોઈ શંકા નથી કે તેમના પરિવારજનો માટે આ ખૂબ જ મુશ્કેલભર્યું છે.