ભાવનગરની પ્રતિષ્ઠિત શૈક્ષિણક સંસ્થાનો ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સનો વાર્ષિક મહોત્સવ 4 જાન્યુ.ના રોજ ‘ સ્પંદન 2025 ‘ યોજાયો જે મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત થયેલ. જેમાં પહેલા કેરિયર કાઉન્સેલિંગ કે જેમાં વિદ્યાર્થી તેમજ તેમના માતા-પિતા બંને ધોરણ 12 પછી શું કરવું? કયા ક્ષેત્રમાં આગળ વધવું? તેની સતત ચિંતા રહેતી હોય છે. કઈ દિશામાં આગળ વધી પોતાનું કેરિયર બનાવવું તે હેતુથી ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના વાર્ષિક મહોત્સવ સ્પંદન-2025 દ્વારા એક પેનલ ડિસ્કશન યોજાયેલ.
ભારતના અલગ- અલગ ક્ષેત્રમાંથી નામાંકીત લોકોએ પેનલ ડિસ્કશનમાં માર્ગદર્શન આપેલ. જેમાં ખ્યાતનામ જેવાકે લખનવ સૈનિક સ્કૂલ કે જેમાં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન મનોજ કુમાર પાંડે અભ્યાસ કરતા તે સ્કૂલના મીલેટ્રી ઓફિસર કર્નલ દેવેન્દ્રસિંહ ચૌહાણ (વેસ્ટ બેન્ગોલમાં ફોર્મેર એડમેનીસ્ટેટીવ અને લેફ્ટેન કર્નલ) સચિન ચમોલી (લખનવની સૈનિક સ્કૂલમાં હાલ હેડ માસ્ટર) તેમજ સિવિલ સર્વિસમાંથી મેહુલભાઈ પંડ્યા જે (બરોડામાં અડીશનલ કલેકટર) કે જેમને ૨૫ વર્ષ માં 35,000+ વિદ્યાર્થીઓને IAS, IPS, GPSC, અને બીજી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરાવી ટ્રેઈન કર્યા છે. વરૂણભાઈ મેહતા કે જે Alvarez & Marsalના ડાયરેકટર અને ક્રિષ્ના વિઠ્ઠલાણી કે જેમને Grand Thornton માંથી આર્ટિકલશિપ પૂર્ણ કરેલ છે. તેમજ નામાંકિત ડોક્ટર જેવા કે ડો.કવન પરીઘ (શેલ્બી હોસ્પિટલ, અમદાવાદમાં રેડીઓલોજીસ્ટ) ડો.જગદીપ કાકડિયા (ભાવનગરના પ્રખ્યાત આંખોના સર્જન) જેમણે ૭૨૦૦૦+ અંખોની સફળતા પૂર્વક સર્જરી કરી ચુક્યા છે. ભાવનગર યુનિવર્સીટીના સીનીયર અને કેમિસ્ટ્ર ડીપાર્ટમેન્ટના હેડ એવા પ્રોફેસર એન.સી. દેસાઈ અને IIT ગુહ્વતીના પ્રોફેસોર પરમેશ્વર ઇયેર પણ હાજર રહ્યા હતા.
તેમજ ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના અલ્યુમીની વિદ્યાર્થીઓ કે જે IIT/AIIMS અને અન્ય નામાંકિત મેડીકલ કોલેજ તેમજ એન્જીનેરીંગ કોલેજના વિદ્યાર્થીઓ આ પેનલ ડિસ્કશનમાં જોડાયા હતા. આ પેનલ ડિસ્કશનનું સમગ્ર સંચાલન સંસ્થાના ચેરમેન નીરવ સર દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
બીજા ભાગમાં ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના ચેરમેન નીરવ દવે એ ભારતના પરમવીર ચક્ર પ્રાપ્ત થયેલ તે યોદ્ધાઓને યાદ કરતો એક મલ્ટી મીડિયા શોની સ્ક્રીપ્ટ તૈયાર કરી. પરમવીર ચક્ર પ્રાપ્ત કરેલ એવા મનોજકુમાર પાંડેની યાદમાં તેમના પરિવારજનો એવમ તમામ ઉપસ્થિત મેહમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશો આપતો આ શો યોજાયો હતો. જે સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયી બન્યો હતો.
આ ઉપરાંત અન્ય પ્રોગ્રામ જેવા કે ભાતીગળ ગુજરાત કે જે સમગ્ર ભારતમાંથી આવેલ મેહમાનોને ગુજરાતની ઝલક આપતો પ્રોગ્રામ યોજાયો હતો. નોખા – અનોખા વાર્ષિકોત્સવની ભારે પ્રસંશા થઈ હતી.
રોકડ પુરસ્કાર આપી તેજવી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
વાર્ષિકોત્સવ સાથે ઓજના વિદ્યાર્થીઓ સન્માન સમારંભ યોજાયેલ રોકડ પુરસ્કાર સ્વરૂપે સન્માનિત કરવામાં આવેલ જેમાં બોર્ડમાં પ્રથમ આવનાર પલ વઘાસીયા અને નીટમાં પ્રથમ આવનાર કરણ સોની તથા JEE MAINમાં ભાવનગર પ્રથમ અને ALL INDIA RANK 289 મેળવનાર તન્મય મોદીને રૂ.1 -1 લાખ, JEE MAINમાં ભાવનગર દ્રિતીય નંબર અને ALL INDIA RANK 135 મેળવનાર સૈફીલખાન પઠાન, બોર્ડમાં દ્રિતીય આવનાર માધવ ભટ્ટ અને નીટમાં દ્રિતીય આવનાર દર્શીલ જાનીને રૂ.51-51 હજાર. JEE MAINમાં ભાવનગર તૃતીય નંબર અને ALL INDIA RANK 511 લાવનાર વેદ જાની, GUJCET માં ભાવનગર પ્રથમ રમણા કિશોર, બોર્ડમાં તૃતીય વેદ જાની, બોર્ડમાં તૃતીય ભાગ્ય શેઠને રૂપિયા રૂ.21-21 હજાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.