તૃષ્ણા દેસાઈ સંચાલિત ‘નૃત્યાલય’ સંસ્થાના કલાકારો દ્વારા તા. 7 થી 9 જાન્યુઆરી દરમિયાન બર્ગદ-ઓરિસ્સા ખાતે છેલ્લા 77 વર્ષથી યોજાતા પૌરાણિક ‘ધનુયાત્રા’ ફેસ્ટિવલમાં ગરબા-નૃત્યની સતત 3 દિવસ સુંદર રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ‘ધનુયાત્રા’ ફેસ્ટિવલનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં લાંબામાં લાંબા ઓપન એર થિયેટર કાર્યક્રમમાં નોંધાયેલ છે.
આ કાર્યક્રમમાં તૃષ્ણા દેસાઈના માર્ગદર્શન હેઠળ સાક્ષી દેસાઈ, માનુષી દેસાઈ,અભિજ્ઞા દેસાઈ, હેલી ઓઝા, વિધિ નાણાવટી, નિર્ઝરી દેસાઈ, ગતિ દેસાઈ તથા જલ્લરી નાણાવટીએ ગરબા-નૃત્યની પ્રસ્તુતિ કરી હતી જેમને સંગીત સહયોગ શ્યામલ મહેતા તથા કલાપી પાઠક દ્વારા કરાયો હતો.