કલાગુરૂ ખોડીદાસભાઇ પરમારના પૌત્ર, ભાવનગરના ખ્યાતનામ ફોટોગ્રાફર ગૌરવ પુરસ્કારથી સન્માનિત અમુલ પરમારના પુત્ર ધવલ પરમારનું નેશનલ કક્ષાએ (ફોટોગ્રાફી વનમેન શો) પ્રદર્શન ઉદયપુર મુકામે યોજાવા જઈ રહ્યુ છે. ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમીના આર્થિક સહાયથી આ પ્રદર્શન યોજવામાં આવેલ છે. “ઊંચાઈ” શીર્ષક તળે બાગોર કે હવેલી, ગંગુર ઘાટ- ઉદયપુર, રાજસ્થાન મુકામે તા.10 થી તા. 12 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવેલ છે.
આ પ્રદર્શનમાં ધવલે પાડેલા અલગ અલગ એરીયલ ફોટોગ્રાફસ મુકવામાં આવશે. હેમંતભાઈ મહેતા પ્રોગ્રામ એકઝયુકુટીવ, ડૉ.કમલેશભાઈ શર્મા-પ્રોગ્રામ ડાયરેક્ટર ઈન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ ઉદયપુર, રાકેશભાઈ શર્મા- રિટાયર્ડ ન્યુઝ એડિટર રાજસ્થાન પત્રિકા જયપુર/ ઊદયપૂર, તેજસ્વિતાબેન ચૌબિસા- આસિસ્ટન્ટ સ્ટેટેસ્ટીકલ ઓફિસર,વૉટર રીસોર્સીસ ડીપાર્ટમેન્ટના વરદ હસ્તે તા-10 ના સાંજે 5 કલાકે ખુલ્લુ મુકવામાં આવશે.