આસામની જોરહાટ પોલીસની 16 સભ્યની ટીમ એક આરોપીની ધરપકડ કરવા નીકળી હતી અને ગૂગલ મેપ જોઈને આગળ વધતી હતી, પરંતુ રસ્તો ભટકી ગઈ અને નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ. અહીંના લોકોએ પોલીસ ટીમને ઘૂસણખોરી સમજીને તેમના પર હુમલો કર્યો હતો. આ લોકોને આખી રાત કેદમાં રાખવામાં આવ્યા હતા.
આ ઘટના મંગળવારે બની હતી. વાસ્તવમાં આ બધું ગૂગલ મેપને કારણે થયું છે. પોલીસ ટીમ જ્યાં પહોંચીએ નાગાલેન્ડમાં ચાનો બગીચો હતો, પરંતુ ગૂગલે એ આસામમાં હોવાનું દર્શાવ્યું હતું.જોરહાટ પોલીસને આ અંગે જાણ થતાં મોકોકચુંગ એસપીની મદદ લેવામાં આવી હતી. આ પછી મોકોકચુંગ પોલીસે આ લોકોની તપાસ માટે એક ટીમ મોકલી હતી.જ્યારે નાગાલેન્ડના લોકોને ખબર પડી તો તેમણે ઘાયલ સહિત 5 લોકોને મુક્ત કર્યા, જ્યારે બાકીના 11 લોકોને આખી રાત બંદી બનાવીને બીજા દિવસે છોડી દીધા.
મોકાકચુંગના સ્થાનિક લોકો આસામ પોલીસની ટીમને અત્યાધુનિક શસ્ત્રો ધરાવનારા બદમાશો માની લે છે, કારણ કે તેમાંથી માત્ર ત્રણ જ યુનિફોર્મમાં હતા અને બાકીના સિવિલ ડ્રેસમાં હતા. એના કારણે મૂંઝવણ પણ સર્જાઈ હતી. તેમણે ટીમ પર પણ હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો.