‘સમલૈંગિક લગ્ન’ પરની પુર્નવિચાર અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું – નિર્ણયમાં કોઈ ખામી નથી
સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નના કેસમાં પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ઉપરાંત, કોર્ટે નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી સમીક્ષા અરજીઓને પણ ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં કોઈ ખામી નથી અને નિર્ણયમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો કાયદા મુજબ છે અને તેમાં કોઈપણ પ્રકારની દખલગીરી વાજબી નથી.17 ઓક્ટોબર, 2023 ના રોજ આપેલા પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે સમલૈંગિક લગ્નને માન્યતા આપી શકતા નથી. કારણ કે આ સંસદના અધિકારક્ષેત્રમાં આવેલો મામલો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સમલૈંગિક યુગલોને સામાજિક અને કાનૂની અધિકારો પૂરા પાડવા માટે એક પેનલ બનાવવાની સરકારની દરખાસ્ત સ્વીકારી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી અને ચુકાદામાં વ્યક્ત કરાયેલા મંતવ્યો કાયદા અનુસાર છે અને તેમાં કોઈ દખલગીરી વાજબી નથી. ત્યારબાદ 5 ન્યાયાધીશોની બેન્ચમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ સંજય કિશન કૌલે સમલૈંગિક ભાગીદારીને માન્યતા આપવાની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે LGBTQIA+ યુગલોના અધિકારોનું રક્ષણ કરવા માટે ભેદભાવ વિરોધી કાયદા ઘડવા જરૂરી છે.