ઉત્તરાયણ બાદ ગ્રામ પંચાયત, બનાસકાંઠા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી, જૂનાગઢ મનપા અને અન્ય 70 થી વધુ નપાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થશે તેમ જાણવા મળ્યું છે. વાવ-થરાદ નવો જીલ્લો- તાલુકો બનવાની જાહેરાત સાથે 4700 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની પ્રક્રિયા પર રોક લગાવી દેવાઈ છે.
અહેવાલો અનુસાર ગુજરાત સરકાર વર્ષ 2025માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપીના વ્યારા ખાતે કરશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 73 નગર પાલિકાઓમાં સામાન્ય ચૂંટણી જાહેર થશે તેમ જાણવા મળ્યુ છે. પહેલા ચૂંટણી ટાણે અનામત વિવાદને કારણે ગ્રામ પંચાયતો, તાલુકા- જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાતો થવામાં અડચણો આવતી હતી. જોકે, ઓબીસી અનામતમાં 27 ટકા દાખલ કરતા ફરીથી ચૂંટણી થવાની હતી. હવે 10 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવાતા (જાહેર કરતા) ગ્રામ પંચાયતોની ચૂંટણી એપ્રિલ મહિના સુધીમાં થાય તેવી અટકળો થઈ રહી છે. નવી 9 મનપા- મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી, છાયા-પોરબંદરનો સમાવેશ થશે.