મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શ્રદ્ધાના ઉત્સવમાં કરોડો ભક્તો પવિત્ર સ્નાન માટે કુંભ મેળા પરિસરમાં એકઠા થશે. આ મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.
અભય ચૈતન્યસ્વામી મૌની મહારાજે મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપનાની વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુત્રોની માનીએ તો તે મુજબ તેમણે કહ્યું કે, “આ પ્રતિમા મૂકવાનો કોઈ અર્થ નથી.” તેમણે આગળ જણાવ્યું કે ગંગાના કિનારે, આ શ્રદ્ધાસ્પદ સ્થળ પર દુર્ગા, કાલી અથવા અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થવી જોઈએ, ન કે કોઈ રાજકારણીની. તેમના અનુસાર, રાજકારણીની પ્રતિમાને અહીં સ્થાન આપવું ભગવાન અને દેવતાઓનું અપમાન છે.