Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

‘ગલ્ફ ઓફ મેક્સિકો’નું નામ હવે ‘ગલ્ફ ઓફ અમેરિકા’

38 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ, લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરાયા

dharmendravaghela by dharmendravaghela
2025-01-25 11:41:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે મેક્સિકોના અખાત(ગલ્ફ ઓફ મેક્સિકો)નું નામ બદલીને અમેરિકાના અખાત(ગલ્ફ ઓફ અમેરિકા) રાખ્યું છે. આ સિવાય અલાસ્કામાં સ્થિત માઉન્ટ ડેનાલીનું નામ પણ બદલીને માઉન્ટ મેકકેનલી કરવામાં આવ્યું છે. તેમના નામ બદલવાની જાહેરાત અગાઉ ટ્રમ્પ દ્વારા તેમના ચૂંટણી વચનમાં કરવામાં આવી હતી.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે શપથ લીધા બાદ પહેલા જ દિવસમાં 538 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે અત્યાર સુધીમાં 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 373ને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. લેવિટે કહ્યું કે તેઓ બધા ગુનેગાર છે. તેમના પર બળાત્કાર, હત્યા અને અપહરણનો આરોપ છે.
ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં 500 મરીન કોર્પ્સની સાથે 1000 સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે.
ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, લેવિટે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ ઓપરેશન ચલાવી રહ્યું છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા છે. જો કે તેમને ક્યાં મોકલવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વોશિંગ્ટન ડીસી સહિત ઘણા શહેરોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે દરોડા પાડી રહી છે અને મોટા પાયે ઇમિગ્રન્ટ્સની પૂછપરછ કરી રહી છે.

Tags: gulf of americagulf of mexicotrumpUSA
Previous Post

મહાકુંભ : અઢી હજાર ડ્રોનનો શો દ્વારા શિવ વિષપાનની ગાથા બતાવવામાં આવી

Next Post

વકફ સંશોધન બિલ પર કમિટી રિપોર્ટ 31 જાન્યુઆરીએ સંસદમાં સોંપશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
વકફ સંશોધન બિલ પર કમિટી રિપોર્ટ 31 જાન્યુઆરીએ સંસદમાં સોંપશે

વકફ સંશોધન બિલ પર કમિટી રિપોર્ટ 31 જાન્યુઆરીએ સંસદમાં સોંપશે

અજમેર શરીફ દરગાહ નીચે મંદિર હોવાનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર

અજમેર શરીફ દરગાહ નીચે મંદિર હોવાનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.