મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર- 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી.
અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ નાક વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે, શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે.
આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતા છે.આના એક દિવસ પહેલા મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષા માટે 60 હજારથી વધુ જવાનો તૈનાત છે.
મહાકુંભમાં થયેલી દુર્ઘટના અંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક નિવેદન બહાર પાડ્યું. કોંગ્રેસે કહ્યું કે મહાકુંભમાં થયેલી દુર્ઘટનામાં ઘણા શ્રદ્ધાળુઓના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં, ભગવાન શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા દે. કોંગ્રેસ પરિવારની સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. સરકારે ઘાયલ શ્રદ્ધાળુઓને યોગ્ય અને સારી સારવાર આપવી જોઈએ.
યોગ ગુરુ બાબાવ રામદેવે કહ્યું કે આ અત્યંત દુ:ખદ ઘટના છે. પ્રાથના છે કે સાંકેતિક અને શાંતિથી સ્નાન કર્યું છે. મહોત્ત્સવના રૂપમાં સ્નાન કર્યું નથી. લોકોએ અનુશાસનમાં રહેવું પડશે.’જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, ‘અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે અમે અમૃત સ્નાન શોભાયાત્રા નહીં કાઢીએ.’ શોભાયાત્રા કોઈપણ બેન્ડ કે સંગીત સાથે કાઢવામાં આવી ન હતી. અમે સ્વતંત્ર રીતે સ્નાન કર્યું. લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સ્વામી રામભદ્રાચાર્યનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, ‘હું ભક્તોને વિનંતી કરું છું કે કુંભમાં ભીડ ઘણી વધી ગઈ છે.તેથી તમામ શ્રદ્ધાળુઓને આગ્રહ કરું છું સંગમ તટ પર જવાનો આગ્રહ છોડી દો.’ નજીકમાં જે પણ ઘાટ હોય ત્યાં સ્નાન કરો. બધા કૃપા કરીને સુરક્ષિત રહો.
પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી
પીએમ મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે. એક કલાકમાં આ બીજી વાર UPના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તો બીજી તરફ પીએમ મોદી તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.