માનસિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા એન.સી.ડી.સેલ ભાવનગર તથા વેદ ફાઉન્ડેશન દ્વારા ભાવનગરની રેનેસા સ્કૂલ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં માનસીક બીમારી અને વિદ્યાર્થી ને ભવિષ્યમા આવનારી પરીક્ષા અને માનસીક રીતે મજબૂત બનાવવાના અભીગમ સાથે આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામા આવ્યું હતું. માનસિક બીમારીમા સપડાયેલા લોકોનું કાઉન્સિલ કરી તમામ પ્રકારની સારવાર ભાવનગર સર ટી હૉસ્પિટલમા મળે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રેનેશા સ્કૂલ ના મેનેજમેન્ટ તથા સ્ટાફ અને ભાવનગર ની સર ટી હૉસ્પિટલ માંથી ડો. વાળાના માર્ગદર્શન હેઠળ રોહિત જોશી અને વેદ ફાઉન્ડેશનના વોલીન્ટર દ્રારા વિદ્યાર્થીનું સફળ કાઉન્સિલ કરવામા આવ્યું હતું.