30 જાન્યુઆરી 2025ના રોજ મંગલ ભારતી લોકશાળા હાથબ બંગલા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના શિક્ષકોએ ગાંધીજીના વિચારો ઉપર વાતો કરી હતી. દેદી તુને આઝાદી બીના ખડક બીના ઢાલ માતાજી આધારિત પ્રેરણાદાયી પ્રસંગોની વાત થઈ હતી. મોટાભાગના વિચારો તેમના 11 વ્રત રૂપી દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વર્ણજોઈતું ના સંઘરવું, જાત મહેનત, કોઈ અડે ના અભડાવવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા રૂપે પાળવામાં આવે છે.
અંતમાં મૌન રાખીને શાળામાં રજા રાખવાની બદલે ગાંધીજીના વિચારોને સાચી અંજલી આપવા માટે વર્ગ કાર્ય શરૂ કર્યું હતું.