TB મુક્ત ભારત અંતર્ગત 100 દીવસના કેમ્પેઈનમાં ગારિયાધાર તાલુકાના પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર વેળાવદરમાં આવેલ x-ray વાનમાં જીલ્લાકક્ષાના તેમજ તાલુકા કક્ષાના માગૅદશૅન હેઠળ લુવારા, ખોડવદરી, નવાગામ, નાની વાવડી, મોરબા તેમજ વિરડીનાં 60 વર્ષથી ઉપરના અને જેમને ડાયાબિટીઝ, બીપી, કુપોષિત, ધૂમ્રપાનવાળા અને ટીબીના દર્દી અને એમના પરિવારજનોના x-ray વિનામૂલ્યે પાડી આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કુલ 147 જેટલા લાભાર્થીઓના એક્સ રે કરવામાં આવેલ. જેમાં Phc વેળાવદરના મેડિકલ ઓફિસર પ્રિયંકાબેન ગોયાણી, STS લખમણભાઇ, સુપરવાઈઝર હિતેષભાઇ ઝાલા, cho અભિશેકભાઈ અને નીરૂબેન તથા સિધ્ધરાજસિંહ ગોહિલ, શક્તિરાજસિંહ જાડેજા, સંજયભાઈ ગોહિલ, નરેશભાઇ ભટ્ટ અને તમામ ગામનાં આશાબેનો અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર માધાભાઇ સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.