કેન્દ્રીય બજેટમાં રેલવે સંબંધિત બાબતોમાં ગુજરાતને વિવિધ પ્રોજેક્ટ, કાર્યો માટે 17155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 87 રેલવે સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની ઘોષણા કરવામાં આવી છે અને તેમાં ભાવનગર, પાલિતાણા, બોટાદ, મહુવા, સાવરકુંડલા, લીમડી, સિહોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2009થી 14 દરમિયાનના 5 વર્ષમાં ગુજરાતને રેલવે માટે 589 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025-26ના બજેટમાં 17,155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ 29 ગણી છે. વર્ષ 2014થી રાજ્યમાં 249 કિ.મી.ના નવા ટ્રેક બીછાવવામાં આવ્યા છે, 286 કિ.મી.નું વિદ્યુતિકરણ કરવામાં આવેલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈશ્વને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારોને સંબોધતા. કહ્યુ હતુ કે, ગુજરાતમાં 42 પ્રોજેક્ટમાં 2948 કિ.મી.માં 30826 કરોડના કામ ગતિમાં છે. 2014થી અત્યાર સુધીમાં 1049 ફ્લાય 1 ઓવર, અન્ડર બ્રિજ બનાવવામાં આવેલા છે, 97 લિફ્ટ, 50 એસ્કલેટર, 335 સ્ટેશનો પર વાઇ-ફાય, • 12 જીલ્લાને આવરતી 4 વંદે ભારત ટ્રેનની પણ – ફાળવણી કરવામાં આવેલી છે.