પાલિતાણા નજીક હસ્તગિરિ તીર્થની તળેટીની પ્રતિષ્ઠા બાદ તીર્થની ટોચ પર અષટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો મંગળ પ્રવેશ વિધિ સંપન્ન થયો. હવે ૭ ફેબ્રુઆરીના મંગળ પ્રતિષ્ઠા થશે.
હસ્તગિરિ મહાતીર્થની ટોચ પર ગુફા મંદિર અને અસ્ટાપદ જિનાલયનું સ્વદ્રવ્યથી રમણલાલ છગનલાલ શાહ પરિવાર તથા જયંતીલાલ દાનસુંગભાઈ અજબાની પરિવારે નિર્માણ કરાવ્યું છે. જે બેનમૂન કારીગરીની મિશાલ બનશે, કેટલાય જીવોને સમ્યકદર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત બનશે.