રાજસ્થાનના બાલોતરામાં એક દર્દનાક ઘટના બની છે જેમાં એક કાર અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના 5 5 લોકોના મોત થયા છે, તો આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે.
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિશે રાજસ્થાન પોલીસે એક મીડિયાને જાણકરી આપી હતી. પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.