ભાવનગરમાં જાહેર સર્કલો અને બાગ બગીચાનું લાંબા સમયથી નવીનીકરણ ચાલી રહ્યું છે જેના કારણે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ હતી. ગત ઉનાળુ વેકેશનમાં શહેરના મોટાભાગના બાગ બગીચા નવીનીકરણના કારણે સૂકા ભઠ્ઠ ભાસતા હતા. જોકે, મોડે મોડેથી પણ નવીનીકરણ પૂર્ણ થતા એક પછી એક સર્કલોના લોકાર્પણ થયા છે હવે છેલ્લે મહિલા કોલેજ સર્કલનો બગીચો બાકી રહ્યો છે, જેનું પણ લોકાર્પણ નજીકના દિવસોમાં થશે.
હાલ નવીનીકરણને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સર્કલમાં અનેક નવા આકર્ષણો સાથે પાણીનો ફુવારો મુખ્ય રહેશે. ગઈકાલે ફુવારાનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આથી કહી શકાય કે આ ઉનાળે ટાઢક રહેશે! નવા ક્લેવર સાથેના મહિલા કોલેજ સર્કલમાં નગરજનોને ફરવાની ચોક્કસથી મજા આવશે.