શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલોમાં વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ અકસ્માત ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 7.20 વાગ્યે થયો હતો. કિંગ એર F90 વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમય દરમિયાન આ અકસ્માત થયો.
લેન્ડિંગ પછી વિમાન એક બસ સાથે અથડાયું આ પછી વિમાનમાં આગ લાગી જેમાં 2 લોકો બળીને ખાખ થઈ ગયા. વિમાનના કાટમાળ નીચે પટકાતા બસમાં બેઠેલી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ ઉપરાંત, કાટમાળ નીચે પટકાતા એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. વિમાન દક્ષિણમાં રિયો ગ્રાન્ડે દો સુલ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યા પછી વિમાન 5 કિમીનું અંતર પણ કાપી શક્યું નહીં. વિમાનને ઇમરજન્સી લેન્ડિંગની જરૂર કેમ પડી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.