લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી તરફથી ભાવનગર સ્થિત અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી ખાતે આવનાર લાભાર્થી દર્દીઓ અને મુલાકાતીઓ માટે એક વોટરકુલર, ફિલ્ટર પ્લાન્ટ સાથે અર્પણ કરવામાં આવ્યું હતું.લાયન્સ પ્રમુખ રાજુભાઈ શાહ અને દિલીપ ત્રિવેદી સાથે લાયન્સ મેમ્બર્સ આ સેવા પ્રોજેક્ટ કૂલર અર્પણ રૂપી સેવા કાર્યમા ઉપસ્થિત રહ્યા હતા. અપંગ પરિવારના ટ્રસ્ટીઓએ લાયન્સ કલબ ઓફ ભાવનગર સિટીનો આભાર માન્યો હતો.