ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી.
દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. ગિરનારીબાપુનાં સ્મરણ અને મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજમાં ઝુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં કથા, યજ્ઞ, પૂજન આરતી, સત્સંગ સાથે પ્રસાદ ભંડારા અને નિવાસ વ્યવસ્થા લાભ મળ્યો હતો.
વરતેજ નાની ખોડિયાર સેવક પરિવારનાં સંકલન સાથે ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પ્રસંગે ગોહિલવાડ ખાલસામાં હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા લાભ મળ્યો, જેમાં વિવિધ પ્રસંગોની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવેલ.
ગોહિલવાડ સહિતનાં દૂર સુદુરનાં ભાવિક યાત્રિકોને સાધુ સંતો અને અખાડા સાથે સ્નાનપર્વમાં જોડાવાનો લાભ મળ્યો. જયદાસજીબાપુ સંકલન સાથે ગોહિલવાડ ખાલસામાં ભાવિક યાત્રિકોને કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ માટે સુંદર વ્યવસ્થા થઈ હતી. તુલસીદાસજી મહારાજ અને સેવકો કાર્યકર્તાઓની પ્રશસ્ય સેવા રહી હતી. (તસવીર : મૂકેશ પંડિત)