Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

અગાઉ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2025-02-11 12:25:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હાલમાં સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં રાહુલ ગાંધીનું નામ લઈને પેમ્ફલેટ દેખાડતા કહ્યું હતું કે, ‘રાહુલજી શૂન્ય ચેક કરી લો.’ અનુરાગ ઠાકુરે સંસદમાં જે પેમ્ફલેટ દેખાડ્યું હતું તેમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય કર છે તેવું લખ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘હજુ એક શૂન્ય છે. આ કોંગ્રેસની બેઠકો વિશે નથી. મેં રાહુલ ગાંધીને શૂન્ય ગણવા વિશે કહ્યું છે.’
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું તમારી સામે પૂછવા માંગું છું કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને કેટલી બેઠકો આપી હતી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2019માં લોકસભામાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી શૂન્ય, વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય), વર્ષ 2025માં વિધાનસભામાં કેટલી બેઠકો મળી શૂન્ય, જો આ શૂન્ય બનાવવાનો રૅકોર્ડ કોઈએ બનાવ્યો છે તો એ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે બનાવ્યો છે.’
થોડા દિવસો પહેલા બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘આપણે છેલ્લા પાંચ દાયકાથી ગરીબી નાબૂદીના માત્ર નારા સાંભળ્યા છે. પરંતુ અમે ગરીબોને માત્ર નારા નથી આપ્યા, અમે તેમને સાચો વિકાસ આપ્યો છે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જ્યારે જમીન સાથે જોડાયેલા લોકો જમીનની વાસ્તવિકતા જાણીને જમીન પર પોતાનું જીવન વિતાવે છે, ત્યારે જમીન પર પરિવર્તન નિશ્ચિત બને છે.’
વધુમાં મોદીએ કહ્યું હતું કે, ‘ગરીબોનું દુઃખ, સામાન્ય માણસની મુશ્કેલીઓ, મધ્યમ વર્ગના સપનાઓને એમ જ સમજી શકાતા નથી, તેના માટે જુસ્સાની જરૂર છે. દુઃખની વાત છે કે કેટલાક લોકો પાસે તે નથી. વરસાદની ઋતુમાં પ્લાસ્ટિકની ચાદર અને છાપરા નીચે રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. ક્યારેક ક્યારેક સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. દરેક વ્યક્તિ આ સમજી શકતી નથી.

Tags: anurag thakur. rahul gandhiindiaparliamentzero
Previous Post

અમેરિકા બાદ હવે UK સરકાર એક્શનમાં : અનેક ભારતીયોની ધરપકડ

Next Post

શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

દુનિયાની નજર 12 ફેબ્રુઆરીએ મોદી અને ટ્રમ્પની મુલાકાત પર

દુનિયાની નજર 12 ફેબ્રુઆરીએ મોદી અને ટ્રમ્પની મુલાકાત પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.