Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમજેવાયમાં ગેરરીતિ, દુરુપયોગ બદલ દેશમાં 562 કરોડના ક્લેમ રદ

dharmendravaghela by dharmendravaghela
2026-05-18 10:22:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ 31.58 કરોડનાં ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ આયુષ્મમાન યોજનામાં ગેરરીતિ, દુરુપયોગ અને ખોટી એન્ટ્રી જેવાં કારણોસર આ ખાનગી હોસ્પિટલના ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં 14 જાન્યુઆરી 2025ની સ્થિતિએ ખાનગી હોસ્પિટલોના કુલ 562 કરોડના 2.7 લાખ ક્લેમ રિજેક્ટ થયા છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 139 કરોડ, છત્તીસગઢ-મધ્યપ્રદેશમાં 120 કરોડના ક્લેમ રદ કરાયા હતા. આ યોજનામાં ગેરરીતિ બદલ દેશમાં 1,114 હોસ્પિટલને યોજનામાંથી હટાવવામાં આવી છે. ગુજરાતની 71 સહિત દેશમાં 571 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ યોજનામાં ગેરરીતિ અને દુરુપયોગને પારખવા માટે નેશનલ એન્ટિ ફ્રોડ યુનિટ દ્વારા રૂલ બેઝ્ડ ટ્રિગર, મશીન લર્નિંગ અલ્ગોરિધમ, ઇમેજ ક્લાસિફિકેશન વગેરે જેવી 57 અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતમાં 2018-19થી 2023-24 દરમિયાન 11,120 કરોડ રૂપિયા ખાનગી અને સરકારી હોસ્પિટલને ચૂકવાયા છે. જેમાંથી 60%થી વધુ રકમ ખાનગી હોસ્પિટલને ચૂકવાઇ છે. આ છ વર્ષ દરમિયાન રાજ્યમાં 50.22 લાખ દર્દીઓએ આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લીધી છે. છેલ્લાં 3 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ 3.37 લાખ દર્દીઓની સારવાર પાછળ 1008 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
લોકસભામાં અન્ય એક જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજનામાં 4 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ ગુજરાતમાં 9 ડોક્ટર્સ અને 71 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે હોસ્પિટલને આ યોજનામાંથી હટાવવામાં આવી છે અને એકને બ્લેકલિસ્ટ કરાઇ છે. ગુજરાતમાં આવી હોસ્પિટલોને 19.90 કરોડનો દંડ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી 15 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

box……
આ રાજ્યોમાં ખાનગી હોસ્પિટલના સૌથી વધુ ખોટાં બિલ રદ ( આંકડા કરોડ રૂપિયામાં)

રાજ્ય ક્લેમ રદ
ઉ.પ્રદેશ 139.02
છત્તીસગઢ 120.34
મધ્યપ્રદેશ 119.34
હરિયાણા 45.03
કેરળ 34.95
ગુજરાત 31.58

Previous Post

ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ૩૪ વર્ષ નિમિત્તે છાશ વિતરણ

Next Post

કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણીના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ફુલસર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો
તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

August 18, 2026
ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
Next Post

કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણીના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ફુલસર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.