સંસદમાં આજના દિવસે ભારે હોબાળો મચવાની શક્યાતા છે. વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અહેવાલ સિવાય આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 પણ રજૂ કરવામાં આવશે. વિપક્ષે વકફ સુધારા બિલ પર જેપીસીના અહેવાલને ગેરબંધારણીય ગણાવ્યો છે અને તેનો સતત વિરોધ કરી રહ્યો છે.
29 જાન્યુઆરી જેપીસી પેનલે બહુમતીના આધારે અહેવાલ સ્વીકાર્યો હતો. જેમાં સત્તાધારી ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ થાય છે. સંસદીય સમિતિનું નેતૃત્વ કરી રહેલા બીજેપી સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે એનડીએ સાંસદો દ્વારા લાવવામાં આવેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા. સમિતિની બેઠકમાંથયેલા મતદાનમાં શાસક સરકારના 16 સાંસદોએ સુધારાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે વિપક્ષના 10 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વિપક્ષના સુધારાઓમાં, વિપક્ષને બિલની 44 કલમો અંગે વાંધો હતો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો હતો.
આવકવેરા વિધેયક, 2025, આવકવેરાની જોગવાઈઓને સરળ રીતે રજૂ કરવા માટે રચાયેલ છે, આજે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં ‘આકારણી વર્ષ’ જેવી જટિલ પરિભાષાને બદલે ‘ટેક્સ વર્ષ’નો ખ્યાલ રાખવામાં આવ્યો છે. નવા બિલમાં 536 વિભાગો, 23 પ્રકરણો અને 16 શિડ્યુલ છે. તે માત્ર 622 પાના પર લખાયેલ છે. આમાં કોઈ નવો ટેક્સ લગાવવાની વાત નથી. આ બિલ વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961ની ભાષાને સરળ બનાવે છે. વર્તમાન કાયદો, જે છ દાયકા જૂનો છે, તેમાં 298 વિભાગો અને 14 શિડ્યુલ છે. જ્યારે આ કાયદો દાખલ કરવામાં આવ્યો ત્યારે તેમાં 880 પાના હતા. નવું બિલ આવકવેરા અધિનિયમ, 1961ના સ્થાને અમલમાં આવ્યું છે. વાસ્તવમાં, છેલ્લા 60 વર્ષમાં કરવામાં આવેલા સુધારાને કારણે વર્તમાન આવકવેરા કાયદો ઘણો મોટો બની ગયો છે. નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026થી અમલી થવાની ધારણા છે.