રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અં.૧૪, અં.૧૭, ઓપન કેટેગરીમાં (ભાઈઓ,બહેનો) ની સ્પર્ધાનો આજથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ થયો હતો જે તા.૧૧થી ૨૩ સુધી યોજાશે.
આજે અં.૧૪ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓનાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતિય નંબરની ટીમો આગામી સમયમાં રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે.