ભાવનગરમાં બિન વારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી તેની સદગતિ માટે સરદાર યુવા મંડળના પ્રમુખ ભરતભાઈ મોણપરા સેવારત છે, તાજેતરમાં ત્રણ બીન વારસી માનવદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. જેઓના અસ્થિ એકત્ર કરી નિષ્કલંક મહાદેવને પ્રાર્થના કરી ભરત મોણપરા અને ભરત મકવાણા દ્વારા કોળિયાકના દરિયામાં અસ્થીનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું